બોલ મા, બોલ મા, બોલ મા રે,
રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા!
ટેક
સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીંબડો ઘોળ મા રે.
રાધા૦
ચાંદા સૂરજનું તેજ તજીને આગિયા સંગાથે પ્રીત જોડ મા રે,
રાધા૦
હીરા માણેક ઝવેર તજીને કથીર સંગાથે મણિ તોલ મા રે.
રાધા૦
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, શરીર આપ્યું સમતલમાં રે.
રાધા૦