સાહિત્ય પલ્લવ – ભાગ ૨/રામ રમકડું
Jump to navigation
Jump to search
૪. રામ રમકડું
મીરાંબાઈ
રામ રમકડું જડિયું રે. રાણાજી,
મને રામ રમકડું જડિયું. ટેક
રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું, નહિ કોઈને હાથે ઘડિયું રે. રા૦
મોટા મોટા મુનિજન મથી થાક્યા, કોઈ એક વિરલાને હાથે ચડિયું રે. રા૦
સૂન શિખરના રે ઘાટથી ઉપર, અગમ અગોચર નામ પડિયું રે. રા૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર, મારું મન શામળિયાસું જડિયું રે. રા૦