સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ટેક ન મેલે રે
Revision as of 02:14, 1 April 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. ટેક ન મેલે રે|બ્રહ્માનંદ}} {{Block center|<poem>ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહી; ત્રિવિધ તાપે રે, કદી અંતર ડોલે નાહીં. નિધડક વરતે રે, દૃઢ ધીરજ મનમાં ધારી; કાળ કરમની રે શંકા દેવે વિસારી. મ...")
૧. ટેક ન મેલે રે
બ્રહ્માનંદ
ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહી;
ત્રિવિધ તાપે રે, કદી અંતર ડોલે નાહીં.
નિધડક વરતે રે, દૃઢ ધીરજ મનમાં ધારી;
કાળ કરમની રે શંકા દેવે વિસારી.
મોડું વહેલું રે નિશ્ચે કરી એક દિન મરવું;
જગસુખ સારુ રે, કદી કાયર મન ના કરવું.
અંતર પાડી રે સમજીને સવળી આંટી;
માથું જાતાં રે મેલે નહિ તે નર માટી.
કોઈની શંકા રે કે દિ મનમાં નવ ધારે;
બ્રહ્માનંદના રે વહાલાને પળ ન વિસારે.