સાહિત્ય પલ્લવ – ભાગ ૨/પ્રીતમદાસ

Revision as of 02:23, 1 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રીતમદાસ

[હરિનો મારગ — કોઈ પણ આદર્શનો માર્ગ કેટલો વસમો હોય છે તેનો પ્રીતમદાસ ખ્યાલ આપે છે. પુત્ર, પૈસો, પત્ની, અરે માથું સમર્પવા તૈયાર હોય તે ઊંચા આદર્શને સિદ્ધ કરી શકે. દરિયાને તળિયેથી મોતી લઈ આવવા જે મરજીવા ડૂબકી મારે છે તેમનો જ દાખલો જુઓ. એ માર્ગ અગ્નિની જ્વાળા જેવો છે. પણ તેમાં જે એક વાર ઝુકાવે છે તે પરમ આનંદ પામે છે. ઊલટું, તેનાથી દૂર ભાગનારાને નસીબે જ છેટે રહ્યા રહ્યા મન બાળવાનું આવે છે.]