સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/આ સંપાદન વિશે

Revision as of 17:39, 13 April 2026 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આ સંપાદન વિશે

ઉમાશંકર જોશી આપણા અગ્રણી વિવેચક છે. એમના ૧૧ વિવેચનગ્રંથોમાંથી અહીં ૨૬ લેખો લીધા છે. ઉમાશંકરની સિદ્ધાંત અને વિભાવનાલક્ષી વિવેચના એમના મૌલિક દૃષ્ટિકોણનો અને પૂર્વ-પશ્ચિમના કાવ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસીનો પરિચય કરાવે છે. સર્જક-સર્જકતા-ભાષાસંરચના અને ભાવન-પ્રત્યાયનની ગતિવિધિને એક સર્જકના અનુભવવિશ્વને આધારે એમણે વિગતે સમજાવી છે. પ્રવાહકેન્દ્રી; પ્રત્યક્ષ એટલે કે કૃતિલક્ષી સમીક્ષાઓ અને વિશ્વના ઉત્તમ સર્જકોનો તથા એમની નીવડેલી કૃતિઓનો ઉમાશંકરનો અભ્યાસ એમને `સ્કોલર પોયેટ ઍન્ડ ક્રિટિક’ – તરીકે ઓળખાવવા સમર્થ છે. આ ગ્રંથમાં વિવિધ વિભાગો કરીને એમની વિવેચનાને રજૂ કરતો આ ગ્રંથ અભ્યાસીઓને સદાકાળ પ્રેરતો રહેશે એવી શ્રદ્ધા છે.

– મણિલાલ હ. પટેલ