સાહિત્ય પલ્લવ – ભાગ ૩/સહુ રાતાં

Revision as of 01:47, 14 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩. સહુ રાતાં

નરસિંહ

કર નખ રાતા કામિનીના રે, રાતા અધર સુદંત;

રાતાં અબીલ ઉડાડે ગોપી, રાતો નવલ વસંત.
કર૦


રાતી ચોળી કસણ કસી, ને મુખ ભર્યાં તંબોલ;

રાતા ચરણા પહેરણે, રંગ રાતી કુંકમ રોળ.
કર૦


કૃષ્ણજી રાતા કામિનીએ રે, કામિની કૃષ્ણગુણે રાતી;

સરખાં સરખે બેહુ ગુણ-રાતાં નરસૈંયો સંઘાતી.
કર૦