સાહિત્ય પલ્લવ – ભાગ ૩/માછીડા હોડી હલકાર

From Ekatra Foundation
Revision as of 09:45, 14 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. માછીડા હોડી હલકાર

શાંતિદાસ

માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું.
તારી રે હોડીએ હીરલા જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ. મન છે૦
સુનાં બી દઉંગી ને રૂપા બી દઉંગી, દઉંગી ગલનકો હાર. મન છે૦
આણી તીરે ગંગા ને પેલી તીરે જમના, બીચમે ખડો રે નંદલાલ. મન છે૦
મન કરું મછુવો ને તન કરું તછુઓ, જીવ મૂકું રે રખવાળ. મન છે૦
શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, કૃષ્ણજી ઉતારે પેલે પાર. મન છે૦