સાહિત્ય પલ્લવ – ભાગ ૩/દયારામ

Revision as of 09:49, 14 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દયારામ

[પહેલાં ત્રણ ગીત કૃષ્ણવિષયક છે. પહેલું ગીત તે મોહનનું છટાદાર અને લાડભર્યું વર્ણન છે. ૬. છાણી—બારીકાઈથી જોઈ. ૧૦ સ્યાણી -શાણી. ૧૧. સેન-સાન. બીજું તે વાંસળી વિષેનું દયારામનું પ્રખ્યાત ગીત છે. ત્રીજામાં હૃદયની એક સાચી ઊર્મિનો ઉદ્ગાર છે. પહેલી લીટીઓ તો અમર થઈ ગઈ છે. ચોથું પદ એક અચ્છો કટાક્ષ છે. બહારની આળપંપાળને વળગી રહેનાર અને અંદરના સારતત્ત્વને ચૂકી જનાર ચીકણા વર્ગને કવિએ સચોટ ટોણો માર્યો છે. ૩. ભરણી-શાક રાંધવાનું વાસણ. છેલ્લાં બે પદ કવિની વિકાસ પામવાની ઈચ્છા અને નમ્રતા દાખવે છે. પોતાને વશ જે રહેતું નથી છતાં પોતાનું ગણાય છે તે ‘મારું ઢણકતું ઢોરsy’ છેવટે કવિ ગુરુને ને ગોવિંદને સોંપી કાંક રાહત મેળવવા તલખે છે. વાતાવરણ જમાવવા કવિએ ઉચિત શબ્દો વાપર્યાં છે તે જુઓ : ઢણકતું, ઘોતું, નીરું, હરાડું (રખડુ), રાડાં, હેડ (તોફાની ઢોરને કાબૂમાં રાખવા પગ આડે બંધાતું લાકડું. પહેલાં ગુનેગારને પણ ‘હેડ’માં પૂરતા), હાડેરડો (ગળામાં હારડા જેવો કે પછી હાડ સમાં કરી દે એવો ડહેરો? હેડલોહાડેરડો-જોડિયા શબ્દ પણ હોય.)...... છેવટના પદમાં કવિ પોતાના દોષના કોષ (ભંડાર)થી બી ન જવા શ્રીજી - ભગવાનને વીનવે છે.]