સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ગૌરીશંકર જોષી - ‘ધૂમકેતુ’
ગૌરીશંકર જોષી – ‘ધૂમકેતુ’
[પડતી પ્રજાનો કેવો સર્વદેશીય અધ:પાત થાય છે તેનું આ એક સુરેખ અને કરુણ ચિત્ર છે. ટૂંકી વાર્તામાં પણ સચોટ પાત્રવિધાનને કેટલો અવકાશ છે તે આમાંના સોમેશ્વરશાસ્ત્રીના પાત્ર ઉપરથી જોઈ શકાશે. તેમ જ ટૂંકી વાર્તામાં સુંદર વર્ણનોને કેટલો અવકાશ હોય છે, અને પ્રાણવાન વિચારકણિકાઓ તે કેટલે અંશે સહી શકે છે તેનો પણ આ વાર્તા સરસ નમૂનો છે. આ લેખકની અનેક લાક્ષણિક્તા સારી રીતે આ વાર્તામાં વ્યક્ત થયેલી હોઈ આપણી ઉત્તમ વાર્તાઓમાં એને મૂકી શકાય; અને એ દૃષ્ટિએ એની ફૂલગૂંથણીનો ઝીણવટથી અભ્યાસ કરજો.]