ગુજરાતી નારીસંપદા : કવિતા/હાલો જૂઈ-મેળે
હાલો જૂઈ-મેળે
રઝિયા મિર્ઝા
⯐
સાસાસા રેરેરે ગગગ મમમ પપપ ધધધ નીનીની સાસાસા(૨)
સાસાસા નીનીની ધધધ પપપ મમમ ગગગ રેરેરે સાસાસા
હાલો જૂઈ-મેળે હાલો જૂઈ-મેળે (૪)
જૂઈ તો તડકા ને છાંયાની ગોરી,
નાજૂક ને નમણી છે સુંદર આ ગોરી,
વીણી વીણી ને જૂઈ ભેગી કરીશું...
હાલો જૂઈ-મેળે હાલો જૂઈ-મેળે (૪)
મનગમતા વિષયોની ચર્ચા કરીશું,
કવિતા, અછાંદસને ગઝલો કહીશું,
સાહિત્યની સખીઓ ભેગી થઈશું,
હાલો જૂઈ-મેળે હાલો જૂઈ-મેળે (૪)
ચારે દિશાઓને ખુંદી વળીશું,
પર્વત ને નદીઓની સંગે રહીશું,
કુદરતની છાયામાં સાથે ફરીશું,
હાલો જૂઈ-મેળે હાલો જૂઈ-મેળે (૪)
લક્ષ્મીદી’, પારુલદી’, મીનાદી’ મળશે
ગોપાલી, ભાર્ગવીદી’, ઉષાદી’ મળશે.
સહિયર સંગાથે ‘રાઝ’ વાતો કરીશું
હાલો જૂઈ-મેળે હાલો જૂઈ-મેળે (૪)
સાસાસા રેરેરે ગગગ મમમ પપપ ધધધ નીનીની સાસાસા (૨)
સાસાસા નીનીની ધધધ પપપ મમમ ગગગ રેરેરે સાસાસા
***