ગુજરાતી નારીસંપદા : કવિતા/નવપલ્લવિત
Jump to navigation
Jump to search
નવપલ્લવિત
કાજલ ઠક્કર
⯐
વર્ષોથી તારી ભીતર
મૂળિયા નાખીને
અંડિગો જમાવનાર ઉદાસીને
મારું સરનામું આપ.
મારાં આંગણામાં ઉછરી રહેલા
પ્રેમ અને આનંદના છોડ સાથે
એની કલમ કરી
કૃષ્ણએ વાવેલ પારિજાતની જેમ
એ રીતે વાવી દઉં કે...
સમયાંતરે
એના પર ખીલનાર
પ્રેમ અને લાગણીના બધા ફૂલ
તારા બગીચામાં ખરે.
તારી ચારેય બાજુ ખીલેલ
પ્રેમ અને લાગણીના ફૂલોને જોઈ
તારો માહ્યલો ખીલી ઉઠે
ને
તાને જોઈને હું...
***