નીતા પટેલ ‘નવલ’
⯐
માણસમાંથી મળતો માણસ, તોયે ભીતર રડતો માણસ. માણસ-માણસ રમતો માણસ, ખાલી-ખાલી જડતો માણસ. આમ જુઓ તો સુખનો સાગર, તોયે દુઃખમાં સડતો માણસ. લીલા-પીળાં કપડાં પહેરે, અંદર કાળો પડતો માણસ. ખુદથી ખુદ પર પથ્થર બનતો, અમથો-જુલમ કરતો માણસ.
***