નારીસંપદાઃ નાટક/કૃતિ-પરિચય
અસાઈત ઠાકરના સમયે ભવાઈ સ્વરૂપે ગુજરાતી નાટક ભજવાવું શરૂ થયું. સામાજિક પ્રશ્નો, સુધારાઓ,નાત જાતની સમસ્યા વગેરે એમાં કેન્દ્ર સ્થાને હતાં. મધ્યકાળથી વીસમી સદીમાં પ્રવેશીએ છીએ ત્યાં લગી ગુજરાતી લેખિકાઓએ નાટ્ય લેખનમાં શૂન્ય પ્રદાન કર્યું છે. વર્તમાન સમયમાં પણ ગદ્યનાં અન્ય સ્વરૂપોમાં જેટલું બહેનોનું પ્રદાન છે તેટલું નાટ્ય ક્ષેત્રે નથી. લગભગ આઠ સાડા આઠ દાયકામાં સર્જાયેલા દીર્ઘ નાટક, એકાંકી, શેરી નાટક, અનુવાદ વગેરેને સંકલિત કરવાનો આ પ્રયત્ન છે. ઉપલબ્ધ બધી જ રચનાઓ સમાવી શકાઈ નથી, એનું કારણ એ છે કે ક્યાંક કૉપીરાઇટનો પ્રશ્ન નડ્યો છે, ક્યાંક લેખિકાએ પોતે પરવાનગી આપી નથી તો ક્યાંક એમનો સંપર્ક કરવા છતાં જવાબ પણ આપ્યો નથી. એટલે કેટલીક રચનાઓ છૂટી ગઈ છે, એનો વસવસો છે. પરંતુ સ્ત્રી નાટ્ય લેખનનો એક નાનકડો, કાચોપાકો દસ્તાવેજ તૈયાર થઈ શક્યો છે. એકત્ર ફાઉન્ડેશનનો એ માટે આભાર.
– મીનલ દવે