ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સંપાદક-પરિચય

From Ekatra Foundation
Revision as of 19:57, 29 May 2026 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંપાદક-પરિચય}} frameless|center|200px {{Poem2Open}} પ્રસાદ મુળજીભાઈ બ્રહ્મભટ્ટ (જન્મ : ૮-૧૦-૧૯૫૧; વિજાપુર) વતન: કડી (જિ. મહેસાણા). શિક્ષણ કડીમાં : ૧૯૬૯માં એસ.એસ.સી. ૧૯૭૩માં ગુજરાતી મુખ્ય અન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંપાદક-પરિચય
Prasad Brahmabhatt.jpg

પ્રસાદ મુળજીભાઈ બ્રહ્મભટ્ટ (જન્મ : ૮-૧૦-૧૯૫૧; વિજાપુર) વતન: કડી (જિ. મહેસાણા). શિક્ષણ કડીમાં : ૧૯૬૯માં એસ.એસ.સી. ૧૯૭૩માં ગુજરાતી મુખ્ય અને ગૌણ વિષય તરીકે મનોવિજ્ઞાન લઈ ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ – ૧૯૭૫માં ભાષાસાહિત્ય ભવન, ગુજ. યુનિ.માંથી એમ.એ. પ્રથમ વર્ગ ગોલ્ડ મેડલ સાથે. ૧૯૮૦માં ‘રાજેન્દ્ર-નિરંજન યુગની કવિતા’ વિશે મહાનિબંધ લખી ગુજ. યુનિ.માંથી પીએચ.ડી. ૧૯૭૫થી ’૭૭ બાલાસિનોરની આર્ટ્સ-કોમર્સ કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે. ૧૯૭૭થી ’૮૦ કડીની ઝવેરી આર.ટી. હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કામ કરી ’૮૦થી ’૯૧ ઈડરની આર્ટ્સ-કોમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને પછીથી અધ્યક્ષ તરીકે કામ કરી, ઓક્ટોબર ૧૯૯૧માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં રીડર તરીકે જોડાયા. ૧૯૯૯થી ૨૦૦૪ સુધી પ્રોફેસર. નવેમ્બર ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કૉલેજના નિયામક. ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન યુ.જી.સી. પ્રોફેસર – એમેરિટ્સ. ૫૧ વિદ્યાર્થીઓએ ગુજ. યુનિ.માંથી તેમના માર્ગદર્શનમાં એમ.ફિલ.ની પદવી પ્રાપ્ત કરી. ઈગ્નૂ (ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી) અને ગુજરાતની ચાર યુનિવર્સિટીઓ (ગુજ.યુનિ., ઉ.ગુ.યુનિ., બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. અને કડી સર્વ વિશ્વવિદ્યાલય)માંથી ૩૨ શોધાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૯૦ના શ્રેષ્ઠ વિવેચન ગ્રંથ તરીકે વિવેચનસંગ્રહ ‘સમીક્ષાસેતુ’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી રમણલાલ જોશી પારિતોષિક પ્રદાન થયું. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ૧૯૯૨ના શ્રેષ્ઠ સંશોધન લેખ માટે હરિૐ ઍવૉર્ડ એનાયત થયો. સાહિત્ય અકાદમી, નવી દિલ્હી તરફથી કમલ દાસની બંગાળી નવલકથા ‘અમૃતસ્ય પુત્રી’ના ગુજરાતી અનુવાદ માટે ૧૯૯૭નું શ્રેષ્ઠ અનુવાદ માટેનું પારિતોષિક પ્રાપ્ત થયું. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તરફથી ૨૦૦૦માં ‘સરદાર પ્રસંગ પરાગ’ને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો. જીવનચરિત્રનાં ૨૬, વિવેચનનાં ૪૧, સાહિત્યના ઇતિહાસનાં ૪, સંદર્ભગ્રંથો ૧૧, કથાસાહિત્યનાં ૪, સંપાદનનાં ૪૪, અનુવાદનાં ૨૨, સહિત કુલ ૧૭૭ પુસ્તકો પ્રકાશિત. વિવિધ સામયિકોમાં ૩૫૦થી વધુ સંશોધન લેખો અને અભ્યાસલેખો પ્રકાશિત.