રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદકીય

Revision as of 08:50, 4 July 2026 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંપાદકીય|}} {{Poem2Open}} 'ગુજરાતી ગ્રંથકાર શ્રેણી'ની આ ત્રેવીસમી પુસ્તિકા છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના અને ખાસ કરીને નવલકથા અને ટૂંકી વાર્તાનાં સ્વરૂપોના અભ્યાસી શ્રી દીપક મહે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સંપાદકીય

‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ની આ ત્રેવીસમી પુસ્તિકા છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના અને ખાસ કરીને નવલકથા અને ટૂંકી વાર્તાનાં સ્વરૂપોના અભ્યાસી શ્રી દીપક મહેતાએ એ તૈયાર કરી આપી તે માટે તેમનો આભારી છું. સાહિત્યરસિક વર્ગે આ શ્રેણીને જે ઉમળકાભર્યો આવકાર આપ્યો એ માટે આભારની લાગણી અનુભવું છું. ‘શ્રેણી’ની પ્રથમ પુસ્તિકા ‘પ્રિયકાન્ત મણિયાર’ ૧૫ ઑગસ્ટ ૧૯૭૬ના રોજ પ્રગટ થઈ. અત્યાર સુધીમાં કુલ ૨૫ પુસ્તિકાઓ થઈ છે. ચોવીસમી ‘કિશોરલાલ મશરૂવાળા’ વિશેની અને પચીસમી ‘કાકા કાલેલકર’ વિશેની પુસ્તિકા પણ આ સાથે જ પ્રગટ થઈ રહી છે, છવ્વીસમી પુસ્તિકાથી આરંભાતો સ્તબક પણ પ્રભુકૃપાથી ટૂંક સમયમાં શરૂ કરવાનો અભિલાષ છે. આ સાહિત્યિક પ્રવૃત્તિને હૂંક અને પ્રેરણા આપનાર સૌ મુરબ્બીઓ અને સ્નેહીઓ પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા અનુભવું છું.

૨, અચલાયતન સોસાયટી,
નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯.
૧ લી મે ૧૯૮૦

રમણલાલ જોશી