અથવા અને/કોણાર્ક

From Ekatra Wiki
Revision as of 22:16, 2 August 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| કોણાર્ક | ગુલામમોહમ્મદ શેખ}} <poem> મોજાંનાં ફીણની સફેદી ખડકન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કોણાર્ક

ગુલામમોહમ્મદ શેખ

મોજાંનાં ફીણની સફેદી
ખડકનું આવરણ બને છે.
રેતીના ઢગલા સરુની સળીઓથી છવાઈ જાય છે
એના પર જ્યારે આથમતો સૂર્ય આળોટી પડે છે
ત્યારે સમુદ્રથી સૂર્યમંદિર લગીની પગદંડી પર
રતુંબડું આકાશ પુંકેસરની કણીઓની જેમ વેરાઈ જાય છે
અને સરુના જંગલમાંથી પસાર થતો પવન વૃક્ષરાજિને
નાયિકાના કામજ્વલિત દેહના વિરાટ ચાંચલ્યમાં
ફેરવી નાખે છે.

સાગરના ધીરા ધીરા ઘુઘવાટની સામે પડેલા તરાપાની તિરાડોમાં
હું પતંગિયાની જેમ ફડફડી રહું છું.

૧૯૬૧
અથવા