કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૩. જાયા

From Ekatra Wiki
Revision as of 06:39, 4 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. જાયા| નલિન રાવળ}} <poem> પાલવમાં ઢબૂરી એ આવી લૈને શિશુ-ફૂલ પ્હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩. જાયા

નલિન રાવળ

પાલવમાં ઢબૂરી
એ આવી લૈને શિશુ-ફૂલ પ્હેલું,
હૈયું ભર્યું હર્ષથી ઘેલું ઘેલું;
મારીય ના ર્હૈ જ તદા સબૂરી,
જોઈ રહું પાલવને હટાવી—
મારો અરે વિગત શૈશવ કાળ લાવી!
(આ નભ ઝૂક્યું, પૃ. ૭)