મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૫.શિવાનંદ
Revision as of 10:13, 11 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫.શિવાનંદ| રમણ સોની}} {{Poem2Open}} શિવભક્ત કવિ. આદ્યા શક્તિની જાણ...")
૩૫.શિવાનંદ
રમણ સોની
શિવભક્ત કવિ. આદ્યા શક્તિની જાણીતી આરતી ઉપરાંત શિવાનંદ સ્વામીએ શિવ, ગણપતિ, દશાવતાર, હનુમાન આદિ વિશે પણ આરતીઓ રચેલી છે. આ ઉપરાંત કીર્તન, તિથિ, થાળ, ધૂન, વાર એવાં વિવિધ સ્વરૂપોમાં રાગવૈવિધ્ય ધરાવતાં સવા બસો જેટલાં પદોમાં શિવ-પાર્વતી-ગણપતિની સ્તુતિનાં પદો એમણે રચ્યાં છે. સંગીતનું જ્ઞાન ધરાવતા હોવાથી કવિનાં પ્રેમલક્ષણા ભક્તિનાં પદોમાં માધુર્યગુણ સવિશેષ છે.