મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /મુક્તાનંદ પદ ૬
Revision as of 05:14, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૬|મુક્તાનંદ}} <poem> મેં તો તમ સંગ જોડી પ્રીત, સામ સુહાગીરે; ત...")
પદ ૬
મુક્તાનંદ
મેં તો તમ સંગ જોડી પ્રીત, સામ સુહાગીરે;
તારૂં રૂપ જોઇ વ્રજરાજ, લગની લાગીરે. ટેક૦
સુંદર નેણ સોહામણોરે, કુંડળ ઝળકે કાન;
હસતું વદન વિલોકતાં, હું તો મગન થઈ મસ્તાન. સામ૦
ભાલ વિશાલ વિરાજતુંરે, શીશ સરંગી પાદ્ય;
ફુલડાના તોરા જોઇને, મારે અધિક વધ્યો અનુરાગ. સામ૦
હીડલતા શુભ હારમાંરે, ભમર કરે ગુણગાન;
છબી ખુતી અંતરેરે, મન માન્યું છે ભીનેવાન. સામ૦
નેણાની સાને નાથજીરે, શામ કરી ચકચૂર;
મુક્તાનંદના નાથજી, હવે નીમેખ ન મેલું દૂર. સામ૦