રવીન્દ્રપર્વ/૨૮. અસમય

From Ekatra Wiki
Revision as of 08:55, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. અસમય| }} <poem> છોડી દે તું વૃથા યત્ન. સ્તબ્ધ નીરવતા પોતે જ રચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૮. અસમય

છોડી દે તું વૃથા યત્ન. સ્તબ્ધ નીરવતા
પોતે જ રચીને કડહેશે પોતાની સૌ કથા.
આજે મગ્ન થયું ધ્યાને આ હૃદય મમ
તપોભંગભયભીત તપોવન સમ,
એવે સમે આવી છે તું વૃથા અયિ પ્રિયા,
વસન્તકુસુમમાલા ઝુલાવતી કણ્ઠે,
લાવી તું અંચલભરી યૌવનની સ્મૃતિ -
નિભૃત નિકુંજે આજે નથી અહીં ગીતિ.
માત્ર આ મર્મરહીન વનપથ પરે
તારાદ્વ જ મંજીર રણઝણી ઊઠ્યા કરે.
પ્રિયતમે, આ કાનને આવી અસમયે,
કાલનાં જે ગીત તે તો લીન થયાં મૌને.
નિહાળીને તને આ સૌ બને છે વ્યાકુલ,
અકાલે ખીલવા ઇચ્છે સકલ મુકુલ.
(ચૈતાલિ)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪