રવીન્દ્રપર્વ/૭૬. ઓગો આમાર શ્રાવણમેઘેર
Revision as of 12:10, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૬. ઓગો આમાર શ્રાવણમેઘેર| }} {{Poem2Open}} હે મારી શ્રાવણમેઘની નાવડ...")
૭૬. ઓગો આમાર શ્રાવણમેઘેર
હે મારી શ્રાવણમેઘની નાવડીના નાવિક, અશ્રુભરી પૂર્વની હવામાં આજે સઢ ચઢાવી દો. ઉદાસ હૃદય જોઈ રહ્યું છે, એનો ભાર વધારે નથી. એ તો રોમાંચિત કદંબના ફૂલની છાબ જેટલું જ છે. સવાર વેળાએ જે ક્રીડાનો સંગી મારી પાસે હતો, મને લાગે છે કે તેના ઠેકાણાની તને ખબર છે. તેથી જ તારાં નાવિક ગીતોથી પેલી આંખ યાદ આવે છે, આકાશને ભરી દઈને વેદનાનું રુદન રણકી ઊઠે છે. (ગીત-પંચશતી)