રવીન્દ્રપર્વ/૧૦૭. કિછુ બલબ બ’લે એસેછિલેમ

From Ekatra Wiki
Revision as of 06:17, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૭. કિછુ બલબ બ’લે એસેછિલેમ| }} {{Poem2Open}} કશુંક કહીશ એ આશાએ આવ્યો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦૭. કિછુ બલબ બ’લે એસેછિલેમ

કશુંક કહીશ એ આશાએ આવ્યો હતો, પણ બોલ્યા વિના કેવળ જોઈ જ રહ્યો! મેં જોયું કે ખુલ્લી બારી આગળ તું તારી ધૂનમાં માળા ગૂંથી રહી છે. જૂઈની કળીને ખોળામાં લઈને તું ગુન ગુન ગૂંજતી ગાઈ રહી છે. આખુંય આકાશ તારા ભણી નિનિર્મેષ જોઈ રહ્યું છે. વાદળને ભેદીને આવેલો તડકો તારા કાળા કેશ પર પડતો હતો. વરસાદનાં વાદળોમાં મૃદુલ હવામાં તારી અલકલટ ફરફરી રહી છે. (ગીત-પંચશતી)