ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ

From Ekatra Wiki
Revision as of 18:18, 5 October 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ફ | }} {{Poem2Open}} ફત્તેચંદ [ઈ.૧૭૬૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ફત્તેચંદ [ઈ.૧૭૬૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘પ્રીતિધરનૃપ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]

ફત્તેઅલીશાહ [                ] : હજરત પીર હસન કબીરદીનના કુટુંબમાંથી ઊતરી આવેલા એક સૈયદ. ૧૨ કડીના ૧ ‘ગીનાન’(મુ.)ના કર્તા. કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪(+સં.) [શ્ર.ત્રિ.]

ફત્તેપુરી(મહારાજ) [                ] : નિર્ગુણી પદના કર્તા. સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છ. વિ. રાવળ. [શ્ર.ત્રિ.]

ફત્તેંદ્રસાગર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિનીતસાગરના શિષ્ય ધીરસાગરના શિષ્ય. ‘વિજયચંદ્રકેવલીચરિત્ર’ પર આધારિત ‘અષ્ટપ્રકારીપૂજા-રાસ’ (ર.ઈ ૧૭૯૪/સં. ૧૮૫૦, ભાદરવા વદ ૮, ગુરુવાર) તથા મૂળ સંસ્કૃતકૃતિ ‘હોલિકાકથા’ પર આધારિત સ્તબક તથા સંસ્કૃતના ૧૩૯ શ્લોકમાં ‘હોલીરજપર્વકથા’ (ર.ઈ.૧૭૬૬) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગૂસાઇતિહાસ : ૨; ૨; ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. લીંહસૂચી. [ગી.મુ.]

ફાજલશાહ (સૈયદ) [                ] : પીર. હિન્દીની છાંટવાળા, અનુક્રમે ૫ અને ૪ કડીના ૨ ‘ગીનાન’(મુ.)ના કર્તા. [શ્ર.ત્રિ.]

ફાંગ [ઈ.૧૭૦૩ સુધીમાં] : ગણપતિના પુત્ર. જ્ઞાતિએ મોઢ. વિજાપુર પાસેના લાડોલ ગામના વતની. ૨૭ કડવાંની ‘કસોદ્ધરણ’ (લે.ઈ.૧૭૦૩)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [કી.જો.]

ફૂઢ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાન કવિ. બારડોલી તાલુકાના સૂપાના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય અનાવિલ બ્રાહ્મણ. પિતા ગણેશ/ગણપતિ. ૧૨ કડવાંમાં લાક્ષણિક વલણ યોજનાવાળા સુંદર ઢાળોમાં રચાયેલું અત્રતત્ર પ્રેમાનન્દની વર્ણનકળાનું સ્મરણ કરાવે એવા કવિત્વસભર અંશો ધરાવતું ‘રુક્મિણીહરણ’ (ર.ઈ.૧૫૯૬/સં. ૧૬૫૨, ચૈત્ર સુદ ૧૧, મંગળવાર; મુ.) અને ૧૧ કડવાંનું ‘હરિશ્ચંદ્રાખ્યાન’ (ર.ઈ.૧૬૨૭) તેમની નોંધપાત્ર કૃતિઓ છે. આ ઉપરાંત ૧૦ કડવાંમાં ગોદાવરીતટ પરના કપોતપરિવારની ભક્તિકથા ગોદાવરીમાહાત્મ્ય સાથે રજૂ કરતું ‘કપોતઆખ્યાન’, ૧૩૨ છટાદાર છપ્પાઓમાં કૃષ્ણવિષ્ટિની ઘટના સાથે સભાપર્વના દ્યુતપ્રસંગથી પાંડવોના રાજ્યારોહણ સુધીના ઘટનાઓને પણ સંક્ષેપમાં રજૂ કરતું, વેગવંત સંવાદો ને ટૂંકાં રસિક વર્ણનોથી આકર્ષક એવું ‘પાંડવવિષ્ટિ’ (ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, શ્રાવણ સુદ ૯, મંગળવાર; મુ), શૈવકથાનું આલંબન લઈ સગાળશાની લોકકથા પરથી ૧૨ કડવાંમાં રસપ્રદ રીતે બાંધેલું કરુણમધુર કાવ્ય ‘શૃગાલપુરી સગાલપુરી/સગાળશાનું આખ્યાન’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, અસાડ સુદ ૧, શનિવાર; મુ.), ‘મહાદેવનો વિવાહ’ તથા ૭૫ ચંદ્રાવળામાં રચાયેલું ‘કંસવધ/મલ્લ-અખાડાના ચંદ્રાવળા’ - એ કૃતિઓ એમની રચેલી છે. તેમની કૃતિઓમાં ‘ફૂઢ મૂઢ’ની છાપ મળે છે. ‘નવીન કાવ્યદોહને’ ‘ફૂડો’ના નામે આપેલાં કૃષ્ણવિષયક ૨ પદ આ ફૂઢનાં હોવાનો સંભવ છે. આ ઉપરાંત ‘સુરદાસ ફૂઢો’ નામે ૪ કડવાંનું ‘ચેલૈયાનું આખ્યાન’ (ર.ઈ.૧૬૨૬) કૃતિ નોંધાઈ છે, જે રચનાસમયના કારણે આ જ કર્તાની હોવા સંભવ છે. કૃતિ : ૧. નકાદોહન; ૨. સઆખ્યાન; ૩. સગુકાવ્ય(+સં.);  ૪. ઊર્મિકાવ્યાંક : ૧, સં. ૧૯૯૧-‘રુક્મિણીહરણ’, સં. કે. કા. શાસ્ત્રી. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. પાંગુહસ્તલેખો;  ૪. કદહસૂચિ; ૫. ગૂહાયાદી; ૬. ફાહનામાવલિ : ૧, ૨; ૭. ફૉહનામાવલિ. [ચ.શે.]

ફૂલકુંવરબાઈ [જ. ઈ.૧૭૫૨/સં. ૧૮૦૮, મહા વદ ૧] : પુષ્ટિમાર્ગીય ભરૂચી વૈષ્ણવ કવયિત્રી. કપડવંજના વેણીભાઈ દેસાઈનાં પુત્રી. તેમણે રચેલી ‘વિરહ વિનંતી’ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે. તેમના સંગથી અનેક વૈષ્ણવો ભરૂચી વૈષ્ણવો થયાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]

ફૂલજી [                ] : બારોટ કવિ. ૬ કડીની માતાજીની ૧ ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકવ્ય, પ્ર. સાકરલાલ બુલખીદસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.) [કી.જો.]

ફૂલીબાઈ [                ] : કચ્છ-ભૂજનાં રહીશ. ૩ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : ભસાસિંધુ (+સં.) [શ્ર.ત્રિ.]