અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/વિરાટનો હિન્ડોળો
Revision as of 12:06, 19 October 2021 by KhyatiJoshi (talk | contribs)
વિરાટનો હિન્ડોળો
ન્હાનાલાલ દ. કવિ
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર;
કે આભને મોભે બાંધ્યા દોર;
વિરાટનો હિન્ડોળો.
પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિન્ડોળો
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર.
વિરાટનો હિન્ડોળો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)
ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: અમર ભટ્ટ
←
[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/અનંતદર્શન]|અનંતદર્શન]]]
ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: પં. અતુલ દેસાઇ