સુરેશ દલાલ
લીલ લપાઈ બેઠી જળને તળિયે; સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ! કંપ્યું જળનું રેશમ પોત; કિરણ તો ઝૂક્યું થઈ કપોત. વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ! હળવે ઊતરે આખું વ્યોમ; નેણને અણજાણી આ ભોમ. લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ!