અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/ચોમાસું

From Ekatra Wiki
Revision as of 09:57, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચોમાસું

રઘુવીર ચૌધરી

ધીમે ધીમે ઢળતી સાંજે
વરસે છે ચોમાસું

જાણે
ખેતરમાં આંબાના છાંયે
હેતભર્યા હૈયે ઊભેલી
માતાનાં ટમટમતાં આંસુ.
ડાળ ઉપર ફરકતા માળે
મળી રહે મમતાનો તાળો
પાંખોના પાલવથી ઢાંકી
બચ્ચાને દાણા ખવડાવે.

ભથિયારી માતાના દીકરા
નવા ચાસમાં દાણા વાવે.
મેઘરાજ રાજી થઈ આજે
વાદળ પર વાદળ છલકાવે.
બીજ બની ગઈ વીજ ધરાનું
આભ અચાનક ના ગરજાવે.
પળ પળ સીંચે આ ચોમાસું
વહે પ્રાણને માનાં આંસુ
કહે વાયુને
શરદપૂનમનાં મોતી થાશું.