અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/અળગો હતો...

From Ekatra Wiki
Revision as of 13:10, 29 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અળગો હતો...

સુધીર પટેલ

અળગો હતો, હાથે કરી એને હૃદય-સરસો કર્યો
સાથે વીતેલા એ સમય-ઘાને ફરી તાજો કર્યો

કૈં પંખીએ ભીતરથી ઊડીને મને સૂનો કર્યો
જ્યાં ડાળ પરથી કોઈએ અમથો જરી ટહુકો કર્યો

તલવારથી પણ એ વધુ ઊંડે સુધી ઊતરી ગયો
સીધા સરળ આ શબ્દને થોડોક જ્યાં વાંકો કર્યો

તલસાટ એને કાજ હરદમ વ્યાપ્ત બસ જોયો અમે
સો સો વખત આ જીવને ઊંધો કર્યો, ચત્તો કર્યો

બહુ બહુ વલોવાયા પછી સામો મળ્યો મત્લો ‘સુધીર’
–ને વાતમાં ને વાતમાં રમતો અમે મક્તો કર્યો

(જળ પર લકીર)