અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/વર્ણાનુપ્રાસ ગઝલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વર્ણાનુપ્રાસ ગઝલ

સુધીર પટેલ

લ્હેરખી લૈ લ્યો લીલી કે લાલ, મરજી બસ તમારી;
વટ કરો કે વરસી પડજો વ્હાલ, મરજી બસ તમારી!

શબ્દ સરશે સર્પ સરખો, ક્યાં પછી એનો ઉતાર?
મૌન માલીપા જ માલામાલ, મરજી બસ તમારી!

ધન્ય પામ્યાં ધારવાનું, છો થતું ધાર્યું ધણીનું;
ખૈર ખલકતની મનાવે ખ્યાલ, મરજી બસ તમારી!

રંગરસિયા રૂબરૂ થ્યા, રાસ રમવા આજ ‘સુધીર’,
કોણ કરતબ આવી કરશે કાલ? મરજી બસ તમારી!

((નવનીત સમર્પણ, નવેમ્બર, 2020, પૃ.120)