ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિવાચન
Revision as of 10:32, 15 November 2021 by KhyatiJoshi (talk | contribs)
અતિવાચન(Overreading) : કોઈપણ સાહિત્યકૃતિના સઘન વાચન વખતે નિર્દેશો અને એના અર્થોનું શ્રમપૂર્વક અને દુરાકૃષ્ટ રીતે અતિવિસ્તરણ કરવામાં આવે ત્યારે આ દોષ જોવાય છે. સમગ્ર કૃતિના વાચન સંદર્ભે કે ચોક્કસ પરિચ્છેદોના વાચન સંદર્ભે આ વાત લાગુ પડી શકે.
ચં.ટો.