સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ભા. શાહ/વિવેકબુદ્ધિને જ ઇષ્ટદેવતા માનનાર
ગુજરાતનાએકવિરલચિંતકકિશોરલાલમશરૂવાળાનાજીવનઅનેસાહિત્યનોપરિચયકરાવતાંત્રણપુસ્તકોછે: ‘શ્રેયાર્થીનીસાધના’ (લે. નરહરિપરીખ), ‘કિશોરલાલમશરૂવાળા, એકઅધ્યયન’ (કેતકીબલસારી). જેમનેએપરિચયસંક્ષેપમાંપામવોછેતેમનામાટેઅમૃતલાલયાજ્ઞિકનુંપુસ્તક‘કિશોરલાલમશરૂવાળા’ છે. અહીંમારોપ્રયાસમશરૂવાળાનાજીવનદર્શનનેસમજવાનોછે. મશરૂવાળાએકકાર્યકરહોવાનીસાથેમોટાલેખકહતા. દમનાવ્યાધિથીનાદુરસ્તરહેતીતબિયતછતાંતેમણેવિપુલલેખનકાર્યકર્યુંછે. ‘ગાંધીજીઅનેસામ્યવાદ’ પુસ્તકમાંસામ્યવાદઅનેગાંધીવિચારનુંતુલનાત્મકનિરૂપણમશરૂવાળાએકરેલુંછે. સામ્યવાદમાંથીહિંસાનીબાદબાકીકરવામાંઆવેતોતેમાંઅનેગાંધીવિચારમાંકોઈતફાવતનથી, એવોએસમયેપ્રચલિતમતકેટલોભૂલભરેલોછેતેએમાંદર્શાવવામાંઆવ્યુંછે. જગતનાસ્વરૂપવિશેતેમજજીવનનાઉદ્દેશવિશેબંનેવિચારધારાઓવચ્ચેપાયાનોતફાવતછેતેતેમણેસરળભાષામાંસમજાવ્યુંછે. ‘અહિંસાવિવેચન’ અહિંસાવિશેનામશરૂવાળાનાલેખોનોસંગ્રહછે. રાજકીયઆઝાદીપછીનાભારતનાવિકાસઅંગેનુંતેમનુંએકખૂબજાણીતુંપુસ્તક‘સમૂળીક્રાન્તિ’ છે. ગરીબીઅનેતેનીસાથેસંકળાયેલાંઅનારોગ્ય, ગંદકીતથાઅજ્ઞાનઆદિદૂષણોથીદેશનેમુક્તકરવાનાઆર્થિકતથારાજકીયમાર્ગોનીતેમણેઆપુસ્તકમાંચર્ચાકરીછે. પુરુષપ્રધાનસમાજમાંપુરુષોસ્ત્રીઓપ્રત્યેજેઅન્યાયીવ્યવહારકરેછેતેનીકડકઆલોચના‘સ્ત્રી-પુરુષ-મર્યાદા’ લેખસંગ્રહમાંકરવામાંઆવીછે. વીસમીસદીનાપૂર્વાર્ધમાંસ્ત્રીઓનાસ્વાતંત્ર્યઅનેસમાનતાનાઅધિકારોવિશેતેમણેજેવિચારોવ્યક્તકર્યાછેતેમાંનામોટાભાગનાવિચારોનેઆજનાનારીવાદીઓનુંસમર્થનસાંપડેએટલા‘આધુનિક’ એવિચારોછે. તેમણે‘અવતારલીલા’નેઅંતર્ગતચારપુસ્તિકાઓઆપી: ‘રામઅનેકૃષ્ણ’, ‘બુદ્ધઅનેમહાવીર’, ‘સહજાનંદસ્વામી’ તથા‘ઈશુખ્રિસ્ત’. અધ્યાત્મનાવિષયમાંતેમનાંપુસ્તકોછે: ‘જીવનશોધન’, ‘ઊધઈનુંજીવન’, ‘સંસારઅનેધર્મ’ તથા‘ગીતામંથન’. ‘ગીતામંથન’ કિશોરલાલનુંસહુથીવધુવંચાયેલુંપુસ્તકછે. ગાંધીવિદ્યાલયનાતાલીમાર્થીઓમાટેએમણેતેલખવાનીશરૂઆતકરેલી. એકશિક્ષકેઅનુપસ્થિતરહીનેલેખિતસ્વરૂપેપોતાનાવિદ્યાર્થીઓને‘ગીતા’ શીખવવીહોયતોતેનોઅભિગમશુંહોઈશકેતે‘ગીતામંથન’માંજોઈશકાયછે. કેળવણીવિશેતેમનાંત્રણપુસ્તકોછે: ‘કેળવણીનાપાયા’, ‘કેળવણીવિવેક’ અને‘કેળવણીવિકાસ’. ‘કેળવણીનાપાયા’માંતેમણેશિક્ષણઅનેકેળવણીવચ્ચેભેદપાડીનેવ્યકિતનાઘડતરનીજીવનભરચાલતીપ્રક્રિયાનેકેળવણીનુંનામઆપ્યુંછે, જ્યારેશિક્ષણસંસ્થાઓમાંઅપાતાશિક્ષણનેશિક્ષણકહ્યુંછે. મશરૂવાળાએઆમશિક્ષણઅનેકેળવણીવચ્ચેસ્પષ્ટભેદપાડ્યોછે. ‘કેળવણીવિવેક’માંશિક્ષણનેસ્પર્શતાલેખોનોસંગ્રહછે. ‘કેળવણીવિકાસ’માંગાંધીજીનાબુનિયાદીશિક્ષણનીચર્ચાકરતાલેખોસમાવવામાંઆવ્યાછે. ગાંધીવિચારનેકેન્દ્રમાંરાખીનેલખાયેલાંપુસ્તકોમાં‘ગાંધીવિચારદોહન’ એકપ્રસિદ્ધપુસ્તકછે. તેમાં૧૯૩૦સુધીનીગાંધીવિચારણાસૂત્રાત્મકશૈલીમાંવાંચવામળેછે. ગાંધીજીનાપાયાનાવિચારોનેસમજીલેવામાટેઆએકઉત્તમપુસ્તકછે. ગાંધીવિચારઅંગેગાંધીજીનાંપોતાનાંલખાણોવાંચીનેનકેળવાયએવીસમજ, કેટલાકદાખલાઓમાં, ‘ગાંધીવિચારદોહન’ વાંચીનેકેળવાયછે. મશરૂવાળાપાસેથીઆપણનેકેટલાકસુંદરઅનુવાદોસાંપડ્યાછે. ૧૯૩૦નીસત્યાગ્રહનીલડતમાંતેમનેબેવર્ષનીસજાઅનેદંડથયાં. તેમનેનાસિકખાતેજેલમાંરાખવામાંઆવ્યા. દેશનાઅનેકસત્યાગ્રહીઓનીજેમકિશોરલાલમાટેપણજેલવાસવિદ્યાવ્યાસંગનોસમયબન્યો. એજેલવાસદરમિયાનએમણેમોરિસમેટરલિંકનાપુસ્તક‘લાઇફઓફધીવ્હાઇટએન્ટ’નો‘ઊધઈનુંજીવન’ એનામથીઅનુવાદકર્યો. અનુવાદનાઅંતેતેમણે‘સાર-શોધન’ શીર્ષકનીચેજેનિબંધલખ્યોછેતેમાંતેમણેમાનવજીવનવિશેતત્ત્વદૃષ્ટિથીવિચારકરેલોછે. જગતઅનેજીવનનેતેમણેજેરીતેજોયાંછેતેનેકોઈએકનિબંધદ્વારાપામવાંહોયતોઆ‘સાર-શોધન’ પૂરતુંછે. તેમનાઅન્યઅનુવાદોમાંખલિલજિબ્રાનના‘ધપ્રોફેટ’નો‘વિદાયવેળાએ’, ટોલ્સ્ટોયના‘ધલાઇટશાઇન્સઇનડાર્કનેસ’નો‘તિમિરમાંપ્રભા’ અનેપેરીબર્જેસના‘હૂવોકએલોન’નો‘માનવીખંડિયેરો’(સહ-અનુવાદકકાકાકાલેલકર)નોસમાવેશથાયછે. તેમણે‘ગીતાધ્વનિ’નાનામેગીતાનોસમશ્લોકીલોકભોગ્યઅનુવાદપણઆપ્યોછે. થોડીનવાઈલાગેએવાએકપુસ્તક‘નામાનાંતત્ત્વો’નાતેઓસહલેખકહતા. એપુસ્તકનીપ્રસ્તાવનામાંતેમણેકહ્યુંછે: “આપણાદેશમાંએકએવોભ્રમઘરકરીબેઠોછેકેઆધ્યાત્મિકજીવનગાળવાઇચ્છનારલોકોએહિસાબીકામમાટેબેદરકારીરાખવીજોઈએ. માણસઆધ્યાત્મિકવૃત્તિનોહોયકેદુનિયાદારીવૃત્તિનો, એજોપાઈનીયેલેવડદેવડમાંપડેઅનેતેલેવડદેવડસાથેબીજાઓનોસંબંધહોયતો, તેણેહિસાબીચોકસાઈરાખવીજજોઈએ. એબાબતમાંજેબેદરકારછે, તેસમાજપ્રત્યેજનહિપણપોતાનાઆધ્યાત્મિકવિકાસપ્રત્યેગુનેગારછે. હિસાબીચોકસાઈઅનેઅર્થલોભએબેએકવસ્તુનથી.” આબધાલેખનકાર્યનીપાછળઊડુંઅનેવ્યાપકવાચનપડેલુંછેઅનેછતાંએમનીએબહુશ્રુતતાનોભારક્યાંયએમનાંલખાણોમાંવર્તાતોનથી. મશરૂવાળાનાપુસ્તક‘સંસારઅનેધર્મ’નીપ્રસ્તાવનારૂપેલખેલી‘વિચારકણિકા’માંપંડિતસુખલાલજીએનોંધાવ્યુંછેકે, “મેંપ્રસ્તુતલેખોનેએકથીવધારેવારએકાગ્રતાથીસાંભળ્યાછેઅનેથોડાઘણાઅન્યસુપ્રસિદ્ધભારતીયતત્ત્વચિંતકોનાંલખાણોપણસાંભળ્યાંછે. હુંજ્યારેતટસ્થભાવેઆવાંચિંતનપ્રધાનલખાણોનીતુલનાકરુંછુંત્યારેમનેનિ:શંકપણેએમલાગેછેકેઆટલોઅનેઆવોક્રાન્તિકારી, સચોટઅનેમૌલિકવિચારકરનારકદાચભારતમાંવિરલજછે.” બુદ્ધનીજેમજમશરૂવાળાએઆપણાઆધ્યાત્મિકસાહિત્યનીઅગમ્યગૂઢતાઓઅનેચમત્કારોનેબાજુપરરાખીનેઅનુભવનીતેમજબુદ્ધિનીકસોટીએજેટલુંપારઊતરેએટલુંજસ્વીકાર્યુંછે. વિવેકબુદ્ધિનેતેમણે‘ઇષ્ટદેવતા’નાજેવીપૂજ્યમાનીછે. અનુભવઅનેબુદ્ધિથીપરએવાધર્મકેઅધ્યાત્મનોતેમનેકશોખપનથી. ‘જીવનશોધન’માંગૌતમબુદ્ધનીવાણીનોપડઘોપાડતાહોયતેમએમણેકહ્યુંછે: “હેવાચકો, હુંજેકાંઈકહુંછુંતેપરંપરાગતનથીએટલામાટેજખોટુંમાનશોનહિ. હુંકોઈસિદ્ધ, તપસ્વી, યોગીકેશ્રોત્રિયનથીમાટેજમારુંકહેવુંખોટુંમાનશોનહિ. પણસાથેજ, તમારીપોતાનીવિવેકબુદ્ધિથીમારાવિચારોસત્યઅનેઉન્નતિકરલાગે, જીવનનાવ્યવહારમાંઅનેપુરુષાર્થમાંઉત્સાહપ્રેરનારા, પ્રસન્નતાઉપજાવનારાઅનેતમારુંતેમજસમાજનુંશ્રેયવધારનારાલાગે, તોસ્વીકારતાંડરશોયેનહીં.” [ગુજરાતસાહિત્યસભાનાઆશ્રયેઆપેલુંવ્યાખ્યાન: ૨૦૦૩]