ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુભવનિષ્ઠ

From Ekatra Wiki
Revision as of 09:49, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અનુભવનિષ્ઠ(Empirical) : સાહિત્યમાં અનુભવનિષ્ઠતા એટલે તથ્યપરકતા. મુખ્ય અનુભવનિષ્ઠ સાહિત્ય એ કથાસાહિત્ય છે. રોબર્ટ શોલ્સ અને કૅલોગ કથાસાહિત્યના મુખ્ય બે પ્રકાર જણાવે છે : અનુભવનિષ્ઠ (Empirical) અને કપોલકલ્પિત (fictional). ઐતિહાસિક અને અનુકૃતિમૂલકકથાઓ અનુભવનિષ્ઠકથાના વર્ગમાં આવે છે. અનુભવનિષ્ઠસાહિત્ય વસ્તુરચનાની વફાદારીની જગ્યાએ વાસ્તવની વફાદારી ધરાવે છે. હ.ત્રિ.