ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલંકરણ
Revision as of 12:20, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
અલંકરણ (Ornamentation) : કલા અને સાહિત્યના સંદર્ભમાં આ સંજ્ઞા અનેક સાહચર્યો જન્માવે છે. વિકસિત, સમૃદ્ધ સમાજના લક્ષણરૂપે ચિત્રકલા, નૃત્ય વગેરે લલિતકલાઓ મુખ્યત્વે અલંકારરૂપ હતી. આ પરિસ્થિતિમાં કવિતા જેવી કલા પણ આલંકારિક, અતિશયોક્તિપૂર્ણ હતી. જેને પરિણામે અલંકૃત શૈલી(Ornate Style)નો ઉદ્ભવ થયો. સાહિત્યમાં અલંકરણની પ્રક્રિયા ભાષાશૈલી, પાત્રાલેખન જેવા અનેક વિભાગોમાં વિકસી. પરંતુ સમાજ અને સાહિત્યનો સંબંધ જેમ વિકસતો ચાલ્યો તેમ અલંકરણને ભાષાડંબર તરીકે મૂલવવાનું વલણ વધતું ગયું. જેમકે સંસ્કૃતપ્રચૂર ભાષા જે એક સમયે અલંકરણની પ્રવિધિ તરીકે સ્વીકૃતિ પામેલી હતી તે ‘ભદ્રંભદ્ર’ જેવી કૃતિમાં વ્યંગ નીપજાવવા માટે પ્રયોજાઈ. પ.ના.