ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કંચૂકી
Revision as of 15:00, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
કંચૂકી : સંસ્કૃત નાટકમાં આવતું પારંપરિક પાત્ર. લાંબો ઝબ્બો પહેરતો હોવાથી અન્ત :પુરનો આ અધ્યક્ષ કંચૂકી કહેવાય છે. એ વયમાં વૃદ્ધ, જ્ઞાનવિજ્ઞાન અને ઉક્તિપ્રયુક્તિમાં કુશળ હોય છે. સંસ્કૃત રંગમંચ પર સામાન્ય રીતે કોઈ પાત્રનો પ્રવેશ સૂચના વગર થતો નથી, પણ કંચૂકી અધિકારી છે એટલે પોતાના કામ માટે સૂચના વગર પ્રવેશી શકે છે.
ચં.ટો.