ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યભાષાદોષ

From Ekatra Wiki
Revision as of 15:21, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાવ્યભાષાદોષ (Poetic language fallacy) : અન્ય ભાષાકીય પ્રવૃત્તિઓ કરતાં સાહિત્યની ભાષાકીય પ્રવૃત્તિ સ્વરૂપગત રીતે અને કાર્યગત રીતે જુદી અને વિશિષ્ટ પ્રવૃત્તિ છે એવી માન્યતાને આ સંજ્ઞા દોષ ગણે છે અને દૃઢપણે માને છે કે કેટલાક કાવ્યશાસ્ત્રીઓએ સાહિત્યિકતા અંગે જે લક્ષણો તારવ્યાં છે તે સાહિત્યિક છે જ નહિ. સામાન્ય ભાષા અને સાહિત્યભાષા વચ્ચે ભેદ જોવો નિરર્થક છે. ચં.ટો.