ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કેન્દ્રવિમુખ અને કેન્દ્રોન્મુખ અર્થઘટનો
Revision as of 15:39, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
કેન્દ્રવિમુખ અને કેન્દ્રોન્મુખ અર્થઘટનો (Centrifugal and Centripetal interpretations) : વાચકની ધ્યાનગતિ બે દિશામાં વળતી હોય છે, એવું નોર્થ્રપ ફ્રાયનું માનવું છે. બહિર્મુખ (કેન્દ્રવિમુખ) અર્થઘટનમાં અખિલાઈથી પ્રત્યેક શબ્દના અર્થ ભણી ગતિ હોય છે જ્યારે અંતર્મુખ(કેન્દ્રોન્મુખ) અર્થઘટનમાં પ્રત્યેક શબ્દના અર્થથી અખિલાઈ તરફની ગતિ હોય છે.
ચં.ટો.