ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/ક્રિયાચઢાવ
Revision as of 15:47, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
ક્રિયાચઢાવ (Rising Action) : આ સંજ્ઞામાં વસ્તુસંકલનાના એવા તબક્કાનું સૂચન છે જે ઘટનાઓના પરિણામરૂપ સર્જાયેલી ગૂંચ (Complication) અને તે દ્વારા સંઘર્ષ (Conflict)નું નિરૂપણ કરતો હોય. મુખ્યત્વે નાટકના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞા પ્રશિષ્ટ યુરોપીય નાટકોને વિશેષ લાગુ પડે છે. નાટ્યશાસ્ત્ર અનુસાર વસ્તુવિકાસ સૂચવતી પાંચ સંધિઓમાંની એક સંધિ, ગર્ભનું અહીં સૂચન છે.
પ.ના.