ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગોપવિષયક
Revision as of 10:59, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
ગોપવિષયક(Pastoral): સાહિત્યિક અભિવ્યક્તિની આ એક તરેહ છે, જે મુખ્યત્વે મધ્યકાલીન કવિતામાં યુરોપ તેમજ એશિયામાં વિશેષ પ્રમાણમાં નિરૂપાઈ. ગોપસમાજને અનુલક્ષીને સાહિત્યસર્જન કરવાની લોકસાહિત્યની એક પ્રણાલીનું પણ અભિવ્યક્તિની આ તરેહમાં અનુસન્ધાન જોવા મળે છે. ગ્રામજીવનનું આલેખન કરતી અનેક સાહિત્યકૃતિઓ વિવિધ સાહિત્યપ્રકારો દ્વારા આ તરેહ અપનાવે છે.
ગ્રીક કવિ થિયોક્રિટસ દ્વારા સૌપ્રથમ વાર નોંધપાત્ર રીતે પ્રયોજાયેલી આ તરેહ ઊર્મિકવિતાનું નોંધપાત્ર લક્ષણ છે.
જેમકે નયન હ. દેસાઈની ગઝલમાં આ તરેહનો વિનિયોગ થયો છે:/ ‘મા મને ગમતું નથી આ ગામમાં/હાલ બચકું બાંધ આયર સાંભરે.’
ચં.ટો.