ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગોપગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગોપગીત(Eclogue): ગોપપરંપરામાં ટૂંકું કાવ્ય. બે ગોપ વચ્ચેના સંવાદના રૂપમાં કે કોઈ ગોપની સ્વગતોક્તિના રૂપમાં આ કાવ્ય મળે છે. વર્જિલનાં ગીતોને પહેલવહેલી વાર, આ સંજ્ઞા લાગુ પાડવામાં આવેલી. ચં.ટો.