ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચાર પ્રકારના અર્થ

Revision as of 14:08, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચાર પ્રકારના અર્થ(Four kinds of meaning) : આઈ. એ. રિચર્ડ્ઝે ચાર પ્રકારના અર્થની વાત કરી છે : તાત્પર્ય(Sense) એટલેકે નિર્દિષ્ટ વસ્તુ, સંવેગ(Feeling) એટલે વસ્તુ તરફનું સંવેદન; ભાવ પર્યાવરણ(Tone) એટલે લેખકની અભિવૃત્તિ અને આશય(Intention) એટલે લેખકનો હેતુ. ચં.ટો.