ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમભાવ

Revision as of 11:21, 26 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમભાવ(Sympathy)'''</span> : કૃતિમાં નિરૂપાયેલા ભાવ, વિચાર કે પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સમભાવ(Sympathy) : કૃતિમાં નિરૂપાયેલા ભાવ, વિચાર કે પાત્ર સાથે ભાવાત્મક એકરૂપતાનો ભાવકને થતો અનુભવ આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. આ જ રીતે કૃતિમાં પ્રગટ થતા ભાવ, વિચાર કે પાત્રમાં પોતાની જાતનું પ્રેક્ષપણ કરવાના ભાવકના વલણને અન્તઃક્ષેપ (Empathy) તરીકે ઓળખવામાં આવે છે. વિવેચનમાં આ બન્ને સંજ્ઞાની એકસાથે ચર્ચા કરવામાં આવે છે. ચં.ટો.