સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિવેક બાંઠિયા/સ્વાસ્થ્ય અંગે સ્વસ્થ ચિંતન
આપણેબધાંસ્વસ્થરહેવામાગીએછીએ. સ્વસ્થરહેવુંએટલેશું? મોટાભાગનાંમાણસોશારીરિકસ્વાસ્થ્યનેસ્વાસ્થ્યનોપર્યાયસમજેછે. દાક્તરવ્યકિતનાસ્વાસ્થ્યનુંઆકલનબ્લડટેસ્ટ, ઈ.સી.જી., એક્સ-રેવગેરેદ્વારાકરેછેતથાતપાસનેઆધારેમાણસનેસ્વસ્થકેઅસ્વસ્થજાહેરકરેછે. પણસ્વાસ્થ્યનોસંબંધમાત્રશરીરસાથેજનહીં, પણજીવનનાંદરેકપાસાંસાથેજોડાયેલોછે. એટલેસ્વાસ્થ્યનેઆપણેતેનાપૂર્ણસ્વરૂપમાંજોવુંજોઈએ. માણસકેવળપંચમહાભૂતોનોસમુચ્ચયમાત્રનથી; તેનામાંચિત્ત, મનતેમજઇન્દ્રિયોનોપણસમાવેશછે. માણસનીમાનસિકસ્થિતિનોતેનાશરીરનાસ્વાસ્થ્યપરઘેરોપ્રભાવપડેછે. ઘણીયેબીમારીઓએવીછે, જેનીઉત્પત્તિનુંકારણઆપણામનમાંછે. મનકેવીકેવીરીતેશરીરઉપરપ્રભાવકરેછે, તેનુંઊડાણથીવૈજ્ઞાનિકસંશોધનથયેલુંછે. આપણીમન:સ્થિતિઆપણી‘નર્વસસિસ્ટમ’નામાધ્યમથી‘એન્ડોક્રાઇનગ્લેન્ડ્સ’નાંદ્રવ્યોનોસ્રાવકરેછે, જેનોસીધોપ્રભાવઆપણીરોગ-પ્રતિકારકશકિતઉપરપડેછે. આરોગપ્રતિકારકશકિતનેકારણેજઆપણેસ્વસ્થરહીશકીએછીએ. જીવનનાશારીરિકતેમજમાનસિકસ્તરઉપરાંતસ્વાસ્થ્યનોનિકટનોનેઊડોસંબંધઅધ્યાત્મસાથેપણછે. આજેઆક્ષેત્રમાંખાસ્સુંસંશોધનથયુંછેઅનેતેનાઉપરથીએવાંકેટલાંયેપ્રમાણહાથમાંઆવ્યાંછે, જેનાથીસિદ્ધથાયછેકેમાણસનુંસ્વાસ્થ્યતેનાઆધ્યાત્મિકસ્તરથીપરિવર્તિતતેમજપ્રભાવિતથાયછે. તેથીસંપૂર્ણનેસર્વાંગીણસ્વાસ્થ્યત્યારેજશક્યછે, જ્યારેઆપણેનકેવળશારીરિકનેમાનસિકપાસાંનોજખ્યાલરાખીએ, પણઆધ્યાત્મિકપાસાંનોયેપૂરતોખ્યાલરાખીએ. આજેસ્વાસ્થ્યનાક્ષેત્રમાંચારેકોરએલોપથીનુંપ્રભુત્વજોવામળેછે. રોજબરોજખૂલતીરહેતીનવીહોસ્પિટલો, પરીક્ષણકેન્દ્રો, દવાનીદુકાનોઆવાતનીસાક્ષીપૂરેછે. આજેસામાન્યમાણસ—પછીતેઅમીરહોયકેગરીબ, શિક્ષિતહોયકેઅશિક્ષિત, શહેરીહોયકેગ્રામીણ—પોતાનીસ્વાસ્થ્યસંબંધીતકલીફોનુંસમાધાનએલોપથીમાંજશોધેછે. સમાજઅનેસરકારપણમોટેભાગેઆજપદ્ધતિનુંઅનુમોદનકરેછે, અનેઆનાવિકાસમાટેપૂરોસહયોગઆપેછે. પરંતુશુંએલોપથીમાંસ્વાસ્થ્યસાથેજોડાયેલાદરેકસવાલનોજવાબછે? શુંક્યાંકએવુંતોનથીનેકેએકતકલીફદૂરકરતાંઆપદ્ધતિબીજીનવીતકલીફઊભીકરીદેછે? આપ્રશ્નોનાઉત્તરમાટેઆપણેએલોપથીપાછળરહેલીવિચારધારાનુંથોડુંઅવલોકનકરવુંપડશે. એકસર્જનનાનાતેઆવોઅવસરમનેઠીકઠીકમળ્યોછે. એટલેછેલ્લાં૨૦વરસમાંમેંજેજોયું-જાણ્યુંછે, તેતમારીસામેમૂકુંછું. એલોપથીનીએવીમાન્યતાછેકેદરેકમાણસરોગગ્રસ્તછેઅનેતેનેચિકિત્સાનીઆવશ્યકતાછે. આજેનહીંતોકાલેરોગગ્રસ્તથશે, એવીઆશંકારૂઢકરીદેવામાંઆવેછેઅનેતેનાથીબચવાનાઉપાયસુઝાડાયછે. પણઆનુંનકલ્પેલુંપરિણામએઆવેછેકેબધુંધ્યાનરોગોઉપરકેન્દ્રિતથવાથીએકરોગીસમાજઊભોથઈરહ્યોછે. એકસામાન્યસ્વસ્થમાણસપણપોતેકોઈનેકોઈરોગનોશિકારબનીજઈશકેછેએવુંમાનીઅમુકઅમુકવખતે‘ચેક-અપ’ કરાવતોરહેછે. એકબાજુમાણસરોગોનાભયથીવ્યથિતથઈરહ્યોછે, તોબીજીબાજુઆજુદાંજુદાંચેક-અપનેકારણેએકવારમાણસસ્વસ્થજાહેરથઈજાયપછીતદ્દનબેફિકરોબનીજાયછે. આધુનિકચિકિત્સાપદ્ધતિદવાઓદ્વારારોગનાંલક્ષણોમાંથીતુરતરાહતઅપાવેછે. રોગોનાંલક્ષણોમાંથીછુટકારોમેળવવામોટેભાગેદવાઓદ્વારાતેમનેદબાવીદેવામાંઆવેછે. આપણેએભૂલીગયાછીએકેરોગોનાંલક્ષણતોઆપણીઅંદરનીઅસ્વસ્થતાનાસંકેતમાત્રછે. તેસંકેતનેસમજ્યાવિનાદવામારફતતેનાથીદૂરભાગીનેરોગનેજટિલતેમજઅસાધ્યબનાવીરહ્યાછીએ. આજેદુનિયાનાસૌથીવધુવિકસિતદેશઅમેરિકાનાઆંકડાબતાવેછેકેહોસ્પિટલમાંદાખલથયેલોદરેકત્રીજોદરદીતેનાઅગાઉનાઉપચારદરમ્યાનઊભીથયેલકાંઈનેકાંઈતકલીફથીપીડિતછેઅનેતેથીજતેણેહોસ્પિટલમાંફરીદાખલથવુંપડ્યુંછે. માણસકઈરીતેજીવેછે, કેવાવાતાવરણમાંરહેછે, તેનીખાણીપીણીકેવીછે, તેનાઆચાર-વિચારકેવાછે, તેનાઉપરતેનાસ્વાસ્થ્યનોઘણોબધોઆધારછે. હૃદયરોગ, બ્લડપ્રેશર, ડાયાબિટીસવગેરેજીવનશૈલીમાંથીનીપજતારોગોછેઅનેઆજેઆવારોગોનીસંખ્યાવધતીજાયછે. છેલ્લાં૫૦વરસોમાંઆપણીજીવનશૈલીમાંઅનેકપરિવર્તનઆવ્યાંછે. આનેલીધેકેટલીકસુખ-સગવડજીવનમાંઆજેજરૂરમળીરહેછે, પણતેનેમાટેઆપણનેઆપણાસ્વાસ્થ્યનીબહુભારેકિંમતચૂકવવીપડીછે. આજેમાણસશુદ્ધહવા-પાણીથીયેવંચિતથઈગયોછે. આધુનિકખેતીપદ્ધતિએઆપણાભોજનમાંરાસાયણિકખાતરઅનેજંતુનાશકોનુંઝેરભેળવીદીધુંછે. આપણીઅતિવ્યસ્તતાઆપણનેતાજાખાદ્યપદાર્થોનીજગ્યાએ‘ફાસ્ટફૂડ’ ખાવામજબૂરકરીરહીછે. સ્વાસ્થ્યઉપરઅસરકરનારુંએકબીજુંકારણપણસમજવાજેવુંછે. આજેચારેકોરબજારુતાઅનેભ્રષ્ટાચારનુંવાતાવરણઊભુંથઈગયુંછે. નવીનવીહોસ્પિટલોઅનેજાતજાતનાંનવાંપરીક્ષણકેન્દ્રોમાંભારોભારબજારુતાપેસીગઈછે. આઆખીયેપરિસ્થિતિમાંધરમૂળથીપરિવર્તનઆવે, એમઆપણેસહુઇચ્છીએછીએ. માત્રશરીરનેસાચવવાથીજનહીં, મનતેમજઆત્માનીસુખ-શાંતિજાળવીનેજઆપણેઆપણુંસ્વાસ્થ્યકાયમરાખીશકીશું. બીજીવાતએકેમાણસેપોતેપોતાનાસ્વાસ્થ્યનીજવાબદારીસ્વીકારવીઅનેપોતાનાસ્વાસ્થ્યપ્રત્યેસજગરહેવું. આજેતોદાક્તરોનાહાથમાંબધુંસોંપીદઈનેઆપણેનિશ્ચિંતથઈજઈએછીએઅનેઉમેદરાખીએછીએકેજ્યારેજરૂરપડશેત્યારેદાક્તરોજઆપણનેફરીસ્વસ્થકરીદેશે. આપણેઆપણાશરીરનેએકમશીનનોઅનેદાક્તરોનેમિકેનિકનોદરજ્જોદઈદીધોછે. સાથોસાથપ્રકૃતિનીઅસીમશકિતનેઓળખવી, એઅત્યંતઆવશ્યકછે. આપ્રકૃતિપોતેએકમહાનચિકિત્સકપણછે. આપણેજેટલાએનીનિકટજઈશું, તેટલાઆપણેવધુસ્વસ્થથઈશું. રોગોનાંલક્ષણોવાસ્તવમાંઆપણનેસ્વસ્થબનાવવાનીદિશાનાપ્રકૃતિનાપ્રયાસછે. દાખલાતરીકે, ઊલટીનેઝાડાઅવાંછિતપદાર્થોનેશરીરનીબહારકાઢીનાખવાનીપ્રાકૃતિકપ્રક્રિયાછે. તેનેએકદમરોકીદેવાથીમૂળમાંસ્વાસ્થ્યનેજહાનિથશે. પ્રકૃતિમાંનિષ્ઠાકાયમરાખવાનીસાથોસાથઆપણેમૃત્યુનીસચ્ચાઈનોયેસ્વીકારકરવોપડશે. નહીંતોઆપણેભયમુક્તનહીંબનીશકીએઅનેભયઆપણામાનસિકરોગોનીજડછે. શાંતભાવેયથાસમયમૃત્યુનેઅપનાવીલેવું, એએકસફળતેમજસ્વસ્થજીવનનીનિશાનીછે. ભૌતિકવાદમાંગરકથઈનેઆપણેઆપણાસ્વાસ્થ્યઉપરકેવોકુઠારાઘાતકર્યોછે, તેનીચેનીપંકિતઓમાંઆબાદબતાવાયુંછે: We squander health in seeking wealth; We toil, we hoard, we save And then squander wealth in seeking health— Only to find the grave. ‘પૈસો-પૈસો’નીલાયમાંઆપણેઆરોગ્યવેડફીનાખીએછીએ. પૈસોમેળવવાજતાંઆપણેલોહીનુંપાણીકરીનાખીએછીએ. ખૂબપૈસોભેગોકરીએછીએ, ખૂબબચાવીએછીએ, અનેપછીફરીઆરોગ્યમેળવવાપૈસાનુંપાણીકરીએછીએ—પણસ્વાસ્થ્યનેબદલેપામીએછીએકબર! [‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૨૦૦૦]