ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાસ
Revision as of 08:52, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
પ્રાસ (Rhyme) : કાવ્યની એક પંક્તિના અંત્ય શબ્દનું કાવ્યની અન્ય પંક્તિના અંત્ય શબ્દ સાથેનું ધ્વનિસામ્ય. બીજી રીતે કહીએ તો પંક્તિઓના અંતિમ ધ્વનિઓની સમાન્તરતા. પદ્ય સહેલાઈથી સ્મૃતિમાં ટકે એ માટે પ્રાસ સહાયક બને છે. પરંતુ પ્રાસની કાવ્ય અંતર્ગત કામગીરી મહત્ત્વની છે. પ્રાસ પદ્યને સંકલિત રાખે છે, સાથે સાથે ધ્વનિસામ્યને કારણે સૌન્દર્યપરક તૃપ્તિનું કારણ બને છે.
ચં.ટો.