ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાકાવ્યાત્મક કથન
Revision as of 08:35, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મહાકાવ્યાત્મક કથન (Epic Narrative)'''</span> : સાવ સાદા વિષયોનું...")
મહાકાવ્યાત્મક કથન (Epic Narrative) : સાવ સાદા વિષયોનું પ્રેમ, શૌર્ય કે કરુણ જેવા મહાકાવ્યના વિષયોની જેમ થતું કથન. આ પ્રકારનાં કથનની શૈલી ભવ્ય અને ઔપચારિક હોય છે. આવું કથન મહાકાવ્યના લંબાણ કે સંકુલતા વગરનું અને અત્યંત આલંકારિક શૈલીમાં થતું હોય છે. મહાનવલ (Epic Novel) એ મહાકાવ્યની સપાટીએ પહોંચતી અને સ્વરૂપભેદ હોવા છતાં મહાકાવ્યના ગુણો જાળવતી નવલ છે.
પ.ના.