ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યથાસંખ્ય
Revision as of 11:19, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''યથાસંખ્ય'''</span> : ક્રમને જાળવીને ક્રમિક વસ્તુઓનો સમ...")
યથાસંખ્ય : ક્રમને જાળવીને ક્રમિક વસ્તુઓનો સમન્વય થાય તે યથાસંખ્ય અલંકાર કહેવાય. અહીં વસ્તુઓના ઉલ્લેખનો એકવાર જે ક્રમ સ્વીકાર્યો હોય તે જ ક્રમ પછી પણ જાળવી રાખવાનો હોય છે. જેમકે “શત્રુ, મિત્ર અને વિપત્તિને જીતી લે, ખુશ કર અને નષ્ટ કર” અહીં શત્રુ વગેરે ત્રણ શબ્દોનો જે ક્રમ સ્વીકાર્યો છે તે જ ક્રમ તેમની સાથે સંબંધ ધરાવતી ક્રિયાઓનો પણ છે.
જ.દ.