ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યમકપદ

From Ekatra Wiki
Revision as of 08:38, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


યમકપદ(Echo verse) : કોઈ પંક્તિનો અંતિમ ભાગ પછીની પંક્તિમાં પડઘાની જેમ પ્રત્યુત્તર રૂપે કે ટિપ્પણ રૂપે શ્લેષમાં પુનરાવૃત્ત કરાય તે યમકપદ. જેમકે ચન્દ્રકાન્ત ટોપીવાળાની પંક્તિઓ : ‘આ ડોલતાં ફૂલોમહીં શું છૂપવે ઉપવન? પવન./ ને રેલતું આ રંગ કોણ? પતંગિયાં? એ તો પિયા. / આ આંધિ છે? આ ચિત્તમાં શું વિસ્તરે રણ? સાંભરણ. ચં.ટો.