ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યમક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યમક : સમાન શબ્દોની પુનરાવૃત્તિને યમક કહે છે. રા. વિ. પાઠકે ‘બૃહદ્પિંગલ’માં યમકને પ્રાસથી ભિન્ન ગણાવતાં દર્શાવ્યું છે કે પ્રાસમાં બે અક્ષરો આવૃત્ત થવાની જરૂર નથી. અંત્ય અક્ષર અને ઉપાન્ત્ય સ્વર એ બે આવૃત્ત થવા જોઈએ પણ યમકમાં બે કે વધારે અક્ષરો આવૃત્ત થવા જોઈએ. ટૂંકમાં, યમકમાં બે કે વધારે અર્થવાળા અક્ષરો ભિન્ન અર્થમાં એ ને એ ક્રમમાં આવૃત્ત થાય છે. ચં.ટો.