સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/જીવન પણ ઉત્તમ કળા
વૈશાખનીબપોરનાઆકરાતાપમાંહુંરોજજોઉંછું: એકમકાનપરવધારાનોએકમાળલેવાનીતૈયારીચાલીરહીછે. માથેકશીછત્રછાયાવિના, કેવળસૂર્યનીનિષ્ઠુરદૃષ્ટિનીચે, ઉઘાડાશરીરે, શ્રમજીવીઓકામકરીરહ્યાછે. કાળાઅબનૂસજેવાંએમનાંશરીરપરસેવાથીતગતગીઊઠ્યાંછે. આકરીમજૂરીકરીરહ્યાછે, નેછતાંએમનેમોઢેગીતછે. એમનાંશરીરનાંહલનચલનનાલયસાથેએનોલયબરાબરમળીજાયછે. બળબળતીબપોરમાંઆલયએકઅવનવીકર્ણમધુરતાસર્જીદેછે. બીજીબાજુ, લગ્નમંડપોમાં, વરઘોડાઓમાંફિલ્મીગીતોનીચીસાચીસસંભળાયછે. એનેકોઈસાંભળતુંનથી, છતાંએકરસમખાતરએગીતોવગાડવામાંઆવેછે. જગતસાથેનોઆપણોસંવાદતૂટ્યોછે. શહેરપાસેથઈનેજનદીવહીજાયછે, પણએનાવહેવાનોલયઆપણનેસંભળાતોનથી. સમુદ્રનાભરતી-ઓટથીઅણજાણઆપણે, સમુદ્રનીપાસેરહીને, જીવ્યેજઈએછીએ. વૃક્ષોનોપર્ણમર્મરકેપંખીઓનોકલરવ, કાચીંડાનુંચુપકીદીથીસરકવું, નોળિયાનુંએકવાડમાંથીબીજીવાડમાંસંતાઈજવું—આબધાંથીઅણજાણ, પ્રકૃતિવચ્ચેછતાંપ્રકૃતિમાંથીજહદપારથયાહોઈએએમ, આપણેજીવીએછીએ. [‘પશ્યન્તી’ પુસ્તક]