ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવેચનમાં તાટસ્થ્ય
Revision as of 10:23, 3 December 2021 by KhyatiJoshi (talk | contribs)
વિવેચનમાં તાટસ્થ્ય(Disinterestedness in Criticism) : મૅથ્યૂ આર્નલ્ડના વિવેચનવિચારની આ મહત્ત્વની સંજ્ઞા છે. આર્નલ્ડ જ્ઞાનની બધી શાખાઓના એવા અભ્યાસની શક્યતાઓ તપાસે છે, જેનો હેતુ પદાર્થને યથાતથ રીતે પામવાનો હોય. એમના મત મુજબ સાહિત્યનો અભ્યાસ વિવેચકના વસ્તુલક્ષી દૃષ્ટિકોણ પર આધાર રાખે છે.
ચં.ટો.