ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગીતરૂપક
Revision as of 15:38, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
સંગીતરૂપક : રેડિયોના શ્રાવ્ય માધ્યમને અનુલક્ષી ગીતસંગીત લઈને ચાલતા આ સ્વરૂપમાં કથાદોર પાતળો હોય છે. જાણીતી કથાઓને, ઋતુઓને, તહેવારોને, સમકાલીન ઘટનાઓને ગૂંથીને પ્રવક્તાના સંભાષણથી ગીતોને અહીં સાંકળવામાં આવ્યાં હોય છે.
ચં.ટો.