ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રંગમંચ
Revision as of 12:18, 10 December 2021 by KhyatiJoshi (talk | contribs)
રંગમંચ (Proscenium) : પ્રેક્ષાગૃહ કે નાટ્યગૃહમાં મંચ પરનો મુખ્ય પડદો અને વૃંદવાદકોની બેઠક એ બે વચ્ચેનો રંગપીઠનો અગ્રભાગ. ક્યારેક પડદા અને સુશોભિત કમાનને પણ આ સંજ્ઞા હેઠળ આવરી લેવામાં આવે છે. આ ભાગ રંગદ્વાર કે અગ્રમંચ તરીકે પણ ઓળખાય છે.
ચં.ટો.